મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે આવતીકાલે તા. 7 એપ્રિલને રવિવારે સવારે 9 થી 11:30 કલાકે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો તમને વિનામુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ થશે. તો મોરબી તેમજ આસપાસની પુસ્તક પ્રિય જનતાને આ પુસ્તક પરબનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.