મોરબી : મોરબીની એલ.ઈ.કોલેજના કેમિકલ ઈજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશિષ બલદાણિયા તથા ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડો. સચિન પરીખ દ્વારા લખવામાં આવેલ પુસ્તક 'રિન્યુએબલ એનર્જી'નું વિમોચન કરવામાં આવ્યું હતું. રિન્યુએબલ એનર્જી પુસ્તકનું વિમોચન ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા વન, પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ગ્લોબસ આસાન રીસર્ચ ભારત દ્વારા વર્ષ 2023માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પુસ્તક કેમિકલ, ઈલેક્ટ્રીક, મીકેનિકલ, પ્રોડક્શન, ઈન્ડસ્ટ્રીયલ તથા પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકનાં સમગ્ર લેખન પ્રક્રિયામાં ચાંદનીબેન બલદાણિયાનું સમર્થન અને પ્રેરણા રહી છે. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બંને કેબીનેટ મંત્રીઓ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના ઉપસચિવે ડો. રાજેશ બલદાણિયાએ શુભેચ્છા પાઠવી હતી.