બી ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી લીધો, અન્ય ત્રણના નામ ખુલ્યા મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે ગોર ખીજડિયા તરફના રોડ પરથી 287 બોટલ દારૂ ભરેલી બોલેરો પીકઅપ ગાડીને ઝડપી લીધી હતી. આ દારૂ ભરેલી કાર સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે શહેરના યમુનાનગરથી ગોર ખીજડિયા તરફ જવાના રસ્તેથી બોલેરો પીકઅપ ગાડીને ઝડપી લીધી હતી. પોલીસે આ બોલેરો પીકઅપ ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 287 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે હાલ આ દારૂ ભરેલી બોલેરો કાર સાથે આરોપી રાયસિંગભાઈ રણછોડભાઈ કોળી (ઉ.વ.22, રહે ચોબારી, ભચાઉ-કચ્છ) ને દારૂ કી રૂ.1,07,625 તેમજ ગાડી મળી કુલ રૂ.2,59,625 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફેરીમાં જીતુભાઈ, ગોપાલભાઈ અને ગૌતમ ચાવડાના નામો ખુલતા પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..