મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં બોગસ ડોકટરોને પકડી પાડવાની ઝુંબેશમાં માળીયા મિયાણા પોલીસે કુંતાસી ગામે દરોડો પાડી મંદિરની પૂજા કરવાની સાથે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા વધુ એક ઝોલાછાપ બોગસ ડોક્ટર પકડી પાડી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી જિલ્લામાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસે શરૂ કરેલ ઝુંબેશમાં અગાઉ 9 ઘોડા ડોકટર પકડાયા બાદ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે કુંતાસી ગામે રામજી મંદિરની પૂજાની સાથે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભરત બિહારીદાસ રામાનુજ નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 1867ની કિંમતની એલોપથી દવા તેમજ સારવારના સાધનો કબ્જે કરી મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબ કાર્યવાહી કરી હતી.આ સાથે જ મોરબી જિલ્લામાં ચાર દિવસમાં આ દસમો બોગસ ડોકટર ઝડપાયો હતો.