મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. ટંકારા તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી ધર્મેન્દ્ર કક્કડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.તેઓએ મોરબી જિલ્લા પ્રમુખને ઉદ્દેશીને લખેલા સત્તાવાર પત્રમાં જણાવ્યું છે કે તેઓ વ્યક્તિગત કારણોસર વર્તમાન જવાબદારીઓનું સંચાલન કરી શકે તેમ નથી. આથી તેઓ આજ રોજ તારીખ 07-04-2026 થી આમ આદમી પાર્ટીના તમામ પદો અને જવાબદારીઓમાંથી રાજીનામું આપી રહ્યા છે. વધુમાં તેમણે પાર્ટી દ્વારા અત્યાર સુધી મળેલ તક, સન્માન અને સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને પોતાનું રાજીનામું સ્વીકારવા વિનંતી કરી હતી.#Morbi #MorbiUpdate #Tankara #AamAadmiParty #AAPGujarat #MorbiPolitics #GujaratPolitics #MorbiNews #Resignation