વિનાયક એન્જિનિયરિંગ, નિતાબેન પટેલ અને સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના આર્થિક યોગદાનથી 400 વિદ્યાર્થિનીઓને બ્લડ ગ્રૂપ કાર્ડ અપાયામોરબી : પ્રવર્તમાન સમયમાં હેલ્થ અવેરનેસ ખુબજ જરૂરી છે, અત્યારના આ આધુનિક યુગમાં લોકો પોતાના શરીરના બંધારણ, શરીરમાં રહેલી ખામી-ખૂબીઓથી જાણકારી ધરાવતા હોય એ અતિ આવશ્યક છે. ત્યારે મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં હાલ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને અને વાલીઓને પૂછતાં મોટા ભાગના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રૂપ કરાવેલ ન હતા. જેથી શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ શાળામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં કેશુભાઈ હડિયલ (વિનાયક એન્જિનિયરિંગ-મોરબી) અને નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલના આર્થિક યોગદાન થકી તેમજ સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડો. પ્રેક્ષા અઘારા અને પૂર્વી અધારાના સહયોગથી આજે રવિવારે રજાના દિવસે પણ તમામ શિક્ષકોએ શાળામાં ઉપસ્થિત રહી 400 જેટલી વિદ્યાર્થિનીઓનું બ્લડ ટેસ્ટ કરી, તમામને બ્લડ ગ્રુપના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ડો. તરૂણ વડસોલા (M.S. અને ડૉ.અર્પિત વિરોજા પીડિયાટ્રિક ડોકટર) તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.