મોરબી : સ્વ.સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટિયાની દિવ્ય સ્મૃતિમાં દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 23 મે ને શુક્રવારના રોજ મોરબીમાં ભાટિયા-કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 23 મેના રોજ સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી મોરબીના સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે. રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા, વ્હાલા, સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા કુંડારિયા અને ભાટિયા પરિવાર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે તેમ નવનીતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.