મોરબી : આગામી તારીખ 17 મે ને શનિવારના રોજ સ્વર્ગસ્થ ધ્રુમિલ હાર્દિકભાઈ ભાલોડીયાની સ્મૃતિમાં આર્ટ ઓફ લિવિંગ ટીચર, શ્રીનાથજી સિરામિક, બ્લીઝર્ડ વીટ્રીફાઇડ, સીસસ્ટોન એક્સપોર્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.17 મેના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી મોરબીના રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોર ઉપર આવેલા શ્રી શ્રી હોલ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલ-મોરબીનો સહયોગ મળશે. બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થઈ સ્વર્ગસ્થ ધ્રુમિલને શ્રદ્ધાંજલિ પાઠવવા સૌને અપીલ કરાઈ છે.