મોરબી : સ્વર્ગસ્થ સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટિયાના સ્મૃતિમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મોરબીના કુંડારિયા અને ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં સંસ્કાર ઈમેજિંગ હોલ, સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે સ્વર્ગસ્થ સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટિયાના સ્મૃતિમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 23 મે ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન આ રક્તદાને કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં પધારી રક્તદાન કરવા માટે કુંડારિયા અને ભાટિયા પરિવાર વતી નવનિતભાઈ કુંડારિયા દ્વારા અનુરોધ કરાયો છે.