મોરબી : મોરબીમાં એક પ્રેરણાદાયી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં શિવ કુમારી વિદ્યાલયના લાભાર્થે રાજુબાપુ મોટાજીંજવાના મુખે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, આ ધાર્મિક કાર્યની સાથે-સાથે માનવતાના કાર્ય રૂપે રક્તદાન કેમ્પ પણ યોજાવા જઈ રહ્યો છે.આવતીકાલે તારીખ 01/06/2026, સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન રવાપર રોડ પર બોની પાર્ક પાછળ આવેલ આસોપાલવ સોસાયટીના કથા પ્રાંગણમાં આ રક્તદાન કેમ્પ યોજાશે. આ સેવાકાર્ય સંસ્કાર બ્લડ બેન્ક, મોરબીના સૌજન્યથી યોજાઈ રહ્યું છે. આયોજકો દ્વારા મોરબીની જનતાને આ રક્તદાન કેમ્પમાં જોડાઈને સેવાકાર્યને દીપ પ્રાગટ્ય કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ રક્તદાન કેમ્પ અંગે વધુ માહિતી કે પૂછપરછ માટે મનોજભાઈ દેત્રોજા (8000542200) અથવા વિપુલભાઈ કલોલા (9316037562) નો સંપર્ક સાધી શકાશે.#Morbi #BloodDonation #RaktdaanCamp #ShivKatha #MorbiEvents #MorbiNews #MorbiUpdate