મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી - નજરબાગ અને મોરબીના જૈન સોસીયલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે થેલેસેમિયા અને ગંભીર બીમારીઓના દર્દીઓ માટે ઉપયોગી થાય તે હેતુ આગામી તા. 14 જૂનના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શનાળા રોડ ખાતે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં વધુ લોકો જોડાય તે માટે લાયન્સ ક્લબ દ્વારા લોકોને સોસીયલ મીડિયામાં પ્રચાર કરવા તેમજ રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું છે.