મોરબી : મોરબીમાં આવતીકાલે બાપા સીતારામ ચોકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં અક્ષર ડેકોર અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આવતીકાલે તા.27ને રવિવારના રોજ સાંજે 6 થી 11:30 વાગ્યા સુધી ઓમ શાંતિ કોમ્પ્લેક્સ,પહેલો માળ,બાપાસીતારામ ચોક રવાપર રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પની વધુ માહિતી માટે મો.95268 99997 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.