મોરબી : મોરબીના રાંકજા પરિવાર દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. આગાઉના વર્ષોની જેમ, આ વર્ષે પણ સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્નેહ સ્મૃતિમાં અને તેમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ બ્લડ ડોનેશન કેમ તારીખ 17 જૂન ને બુધવારના રોજ સવારે 8 થી બપોરે 1 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, GIDC મેઇન રોડ, મોરબી ખાતે યોજાશે. આ પુણ્યકાર્ય માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી - નઝરબાગ, ઈડન ગાર્ડન અને HDFC બેંક - મોરબીનો સહયોગ મળી રહ્યો છે. ત્યારે મોરબીના તમામ નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અને માનવતાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.