માર્ગ સલામતી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત અકસ્માતમાં રક્ત જરૂરિયાત પૂરી પાડવા આ કેમ્પ યોજાયો મોરબી : મોરબીમાં હાલ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અલગ અલગ રચનાત્મક કાર્યો કરવામાં આવે છે. જેમાં આજે મોરબી આરટીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કરનાર લોકોને ટ્રાફિકના નિયમોના પાલન વિશે જાણકારી આપવામાં આવી હતી. મોરબીમાં જાંબુડિયા પાસે આવેલ આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.અને રક્તદાન કર્યું હતું .ક્યારેક અકસ્માત સહીત ઇમરજન્સી સંજોગોમાં કોઈની અમૂલ્ય જિંદગીને બચાવવા માટે બ્લડની જરૂર પડે તો એના માટે આ રક્તદાન કેમ્પ યોજીને લોહીની ઉણપ પુરી પાડવા માટે આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ શાળાઓમાં જઈ બાળકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતતા આવે તે માટે બાળકોને પ્રોત્સાહિત કરવાંમાં આવ્યા હોવાનું મોરબી એઆરટીઓ પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું.