મોરબી : રક્તદાન એ ઘણી વખત જીવન દાન સમાન સાબિત થતું હોય છે. રક્તની તાત્કાલિક જરૂરિયાત પડે ત્યારે સંગ્રહ કરાયેલું રક્ત ખુબ જ ઉપયોગી થાય છે. તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજી રક્ત એકઠું કરવામાં આવતું હોય છે.શનાળામાં ધ નાઈટ લાઈફ કાફે દ્વારા સંસ્કાર બ્લડ બેન્કના સૌજન્યથી ગઈકાલે તા. 1 નવેમ્બરના રોજ સાંજે 4થી 6 સુધી રક્તદાન કેમ્પમાં યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.