ક્રિષ્ના સ્કૂલના સંચાલક હર્ષદભાઈ ઓડિયાએ 30મી વખત રક્તદાન કરી સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરીમોરબી અપડેટ: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સોનિક સીરામીક ખાતે સ્વ. હસમુખભાઈ કાનજીભાઈ કાનેટીયાની 14મી પુણ્યતિથિ નિમિત્તે કાનજીભાઈ કુબેરભાઈ કાનેટીયાના શુભ સંકલ્પથી વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં કુલ 205 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. હસમુખભાઈ કાનેટીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.આ કેમ્પમાં ક્રિષ્ના સ્કૂલના સંચાલક હર્ષદભાઈ ઓડિયાએ પોતાનું 30મું રક્તદાન કરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સદગતને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુણ્યતિથિ નિમિત્તે આવા ઉમદા રક્તદાન કેમ્પનું આયોજન કરીને મેગા ગ્રુપના કાનેટીયા પરિવારે સમાજને નવી પ્રેરણા આપી છે.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ કાનેટીયા, વિશાલભાઈ કાનેટીયા, જયદીપભાઇ કાનેટીયા, પાર્થભાઈ કાનેટીયા તેમજ મેગા ટાઈલ ગ્રુપના તમામ યુવાનો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને પૂરતો સહકાર આપ્યો હતો.કાર્યક્રમના અંતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાન કેમ્પના આયોજકો, તમામ રક્તદાતાઓ અને મેગા ટાઈલ ગ્રુપના યુવાનો તથા કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમજ સ્વ. હસમુખભાઈ કાનેટીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonation #MegaTileGroup #SocialWork #BloodDonationCamp