મોરબી : શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી દ્વારા ગતરોજ 22 ડિસેમ્બરના ગીતાંજલિ પાર્ટી પ્લોટ ખાતે શાકોત્સવ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 64 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ બ્લડડોનેશન કેમ્પને સફળ બનાવવામાં શાકોત્સવના યજમાન પરિવાર યોગેશભાઈ આદ્રોજા, વિનોદભાઈ આદ્રોજા, વિજયભાઈ આદ્રોજા, વિકાસભાઈ આદ્રોજા અને હરીયુવાજ્યોતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. આ દરમ્યાન સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ યજમાન પરિવાર, હરીયુવાજ્યોતના યુવાનો અને આયોજકોનો આભાર માન્યો હતો.