મોરબી : ભારતના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે લેમઝોન ગ્રેનીટો એલએલપી રાતાવીરડા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 112 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા પ્રવીણભાઈ, વિનુભાઈ, સમીરભાઈ, દર્શિતભાઈ, કિશનભાઇ તેમજ લેમઝોન ગ્રેનીટોના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રક્તદાન કેમ્પના આયોજન સાથે કરવા બદલ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી તેમજ સંચાલક રમેશભાઈ પટેલે લેમઝોન ગ્રેનિટો પરિવાર અને રક્તદાતાઓને અભિનંદન આપ્યા હતા.