પિતૃઋણ ચૂકવવાના ઉમદા આશયથી યોજાયેલા કેમ્પમાં 81 રક્તદાતાઓએ રક્તદાન કરી સદગતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીમોરબી અપડેટ : મોરબીના સરતાનપર રોડ પર આવેલા વરમોરા યુનિટ 2 ખાતે સ્વ. ધીરુભાઈ કેશવજીભાઈ સરાસવાડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પિતૃઋણમાંથી મુક્ત થવા અને સમાજને નવી દિશા ચીંધવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં 81 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને સદગતને સાચી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવામાં વરમોરા ગ્રુપના ભાવેશભાઈ સરાસવાડિયા, ભરતભાઈ સરાસવાડિયા, ચિંતનભાઈ સતાપરા અને પેંગ્વિન ગ્રુપના અરવિંદભાઈ, હિંમતભાઈ અને હિતેશભાઈ સહિત વરમોરા ગ્રુપ યુનિટ 2 ના તમામ યુવાનો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ભાવેશભાઈ અને ભરતભાઈ દ્વારા સમાજને ઉપયોગી એવું આ સત્કાર્ય કરીને એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.આ સેવાકાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાન કેમ્પના આયોજકો, તમામ રક્તદાતાઓ તેમજ વરમોરા અને પેંગ્વિન ગ્રુપના યુવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સદગત ધીરુભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.#Morbi #BloodDonation #SartanparRoad #VarmoraGroup #PenguinGroup #MorbiUpdates #MorbiNews #GujaratNews