મોરબી : મોરબીમાં ગુજરાત ગેસના 19મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ શિવમ હોસ્પિટલ, સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તો, અનાથ બાળકોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 28 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ડો. કમલેશ કંટારીયા મોરબી સર્કલ હેડ, વિકાસ ગંગલ સૌરાષ્ટ્ર ઝોન હેડ, વિપુલ રાંદેરીયા રાજકોટ જિલ્લા હેડ અને અન્ય સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. આ દરમ્યાન સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ ગુજરાત ગેસના આયોજકો, સ્ટાફ પરિવાર, રક્તદાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.