મોરબી : સ્વ. સોનલબેન કિશનભાઇ કવાડીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસ્કાર બ્લડ બેંક હૉલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૭ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.બ્લડ કેમ્પને સફળ બનાવવા કિશનભાઇ કવાડિયા, અરવિંદભાઈ કવાડીયા અને મનોજભાઈ કાવઠીયા જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેંકના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, કવાડિયા પરિવાર અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને સ્વ. સોનલબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.