મોરબી : મોરબી જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એસ.પી.કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બલ્ડ ડોનેશન કેમ્પનો પ્રારંભ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે પીઆઈ, પીએસઆઈ તેમજ બહોળી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું હતું.