મોરબી : મોરબીમાં સંસ્કાર ઈમેજીંગ હોલ, સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વ. દિયા મહેશભાઈ કાસુન્દ્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાસુન્દ્રા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 83 લોકોએ રક્તદાન કરતા 83 બોટલ રક્ત એકત્રિત થયું હતું. કાસુન્દ્રા પરિવારના આ રક્તદાન કેમ્પમાં રક્તદાન એ મહાદાન ઉક્તિને ચરિતાર્થ કરવામાં આવી હતી.