ટંકારા ધારાસભ્યએ કહ્યું બેચર ઘોડાસરાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાશેટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે કહેવાતો ભાજપ કાર્યકર બેચર ઘોડાસરા ગામની દીકરીને ભગાડીને લઈ જતા આજે વહેલી સવારે ગામના એક હજાર જેટલા લોકોએ મોરબી ખાતે આવી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના કાર્યાલયે હંગામો મચાવતા ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા હતા અને કહેવાતા આ ભાજપના કાર્યકરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામા આવશે તેમ જણાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામના ભાજપના કાર્યકર એવા શખ્સ બેચર ઘોડાસરા ગામની એક દીકરીને ભગાડી જતા ગ્રામજનોએ ગતરાત્રીના તાકીદની બેઠક યોજી આજે સવારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની મોરબી ઓફિસે હલલબોલ કરતા ધારાસભ્ય કાર્યાલય દોડી આવ્યા હતા અને બેચર ઘોડાસરાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા કાર્યવાહી કરવાની સાથે તાત્કાલિક યુવતીને શોધી કાઢી પોલીસને કડક પગલાં ભરવા સૂચના આપ્યાનું જણાવ્યું હતું.