ધોરણ 6 થી 8 ના 20 બાળકોએ લીધો ભાગ: સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓને સમતોલ આહાર અને આરોગ્ય અંગે અપાયું માર્ગદર્શનટંકારા (મોરબી અપડેટ): ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં તાજેતરમાં પોષણ માસ અને ગણપતિ પર્વના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 8 ના બાળકો માટે બિસ્કિટ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 6 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 20 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધા કુલ 2 રાઉન્ડમાં રમાડવામાં આવી હતી. જેમાં 'વહેલા તે પહેલા' ના ધોરણે જે બાળક વધુ બિસ્કિટ ખાઈ શકે તેને વિજેતા જાહેર કરવાનો નિયમ રાખવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાતા પારલે-જી બિસ્કિટ સાથે યોજાયેલી આ રસપ્રદ સ્પર્ધાના અંતે કુલ 3 બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બાળકોએ ભારે આનંદ ઉલ્લાસ સાથે આ સ્પર્ધાને માણી હતી.સ્પર્ધા પૂર્ણ થયા બાદ શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા દ્વારા પોષણ માસ કાર્યક્રમને અનુલક્ષીને બાળકોને સમતોલ આહાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત દેવજીભાઈ પડસુંબિયા, મહેશભાઈ વીસપરા, જયસુખભાઈ, રાજેશભાઈ વાધરિયા, દિનેશભાઈ મેંદપરા, પારૂલબેન અંબાણી અને શિલ્પાબેન દ્વારા આહાર અને આરોગ્ય વિષય પર રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન જી. એમ. સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #HarbatiyaliSchool #PoshanMaas #StudentActivity