મોરબી : મોરબીમાં ઉમા ટાઉનશીપમાં ઉમાપતી મહાદેવજી મંદિર ગોપાલભાઈ સરડવા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર મોહનભાઈ ઘોડાસરાએ બંધાવી આપ્યું છે. તેની બાજુમાં અષાઢીબીજ પર્વ નિમિત્તે રતિલાલભાઈ માધવજીભાઈ ફૂલતરિયા (ગાત્રાળ) દ્વારા પોતાના સ્વખર્ચે બનાવી આપવા નક્કી કરતા આજે ચબુતરો અને તેની ઉપર પક્ષી ઘર અને તેની બાજુમાં ઠંડા પાણીના પરબનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હરહંમેશા સેવા કાર્ય કરતા આ શ્રેષ્ઠીને ઈશ્વર સેવા કાર્ય કરવા શક્તિ અને તંદુરસ્ત આયુષ્ય આપે તેવી ઉમા ટાઉનશીપ પરિવારના ગોપાલભાઈ સરડવા અને મોહનભાઈ ઘોડાસરાએ પ્રાર્થના કરી ખુશી વ્યક્ત કરી હતી.