મોરબી : મોરબીના રફાળેશ્વર રોડ ઉપર ટ્રકની હડફેટે બાઈકચાલકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુ ડેમ-2 પાસે લીલાપર ચોકડીથી આગળ રફાળેશ્વર રોડ ઉપર આજે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ટ્રક બેદરકારીપૂર્વક અને બેફિકરાઈથી ચાલવીને ત્યાંથી પસાર થતા બાઈકને હડફેટે લેતા સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈક ચાલક હસમુખભાઈ નિમાવત (રહે રવાપર-મોરબી) નું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં મોરબી સિવિલ હોસ્પિટલની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી.આશિષ પરમાર અને પાયલોટ નિલેશ આહીર ઘટનાસ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.