મોરબી : મોરબીના ગાળા ગામ પાસે ગઈકાલે રાત્રે પસાર થઈ રહેલા બાઈક આડે કૂતરું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. આથી બાઈક પરથી ઉથલી પડેલા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે રહેતો મૂળ મધ્યપ્રદેશનો વતની હેમસિંગ ગોપાલસિંગ ભંડારી (ઉ.વ.34) નામનો યુવાન ગતરાત્રીના 10 વાગ્યાની આસપાસ પોતાના બાઈક પર મોરબી-માળીયા હાઇવે ઉપર ગાળા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ બાઈક આડે કૂતરું આવી ગયું હતું. આથી કૂતરાને તારવવા જતા તેણે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને બાઈક પરથી ઉથલી પડતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી આ બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.