મોરબી : મોરબીના બગથળા નજીક કાંતિપુર ગામ પાસે સ્વીફ્ટ કારના ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને હાથમાં તેમજ પગમાં ફ્રેક્ચર થવાની સાથે ગંભીર ઇજાઓ થતા સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બગથળા ગામના રસ્તે કાંતિપુર નજીક પોતાનું બાઈક લઈને જઈ રહેલા પ્રવિણભાઇ કલ્યાણજીભાઈ સુવારીયાને સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે-36-આર-0016ના ચાલકે હડફેટે લેતા પ્રવિણભાઈને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર તેમજ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે પ્રવિણભાઇના નાના ભાઈ નવતમભાઇ કલ્યાણજીભાઇ સુવારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.