મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીક બાઈક લઈને જઈ રહેલા કિશનકુમાર કાનજીભાઈ ખાંભડિયા ઉ.22 નામના યુવાનને જીજે - 36 - ટી - 9510 નંબરના ટ્રક ચાલક આરોપી અબ્બાસભાઈ અલરખાભાઈ મોવરે ઠોકર મારી અકસ્માત સર્જતાં કિશનકુમારને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા કાનજીભાઈ ખાંભડિયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.