ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ વિરજીભાઈ તળશીભાઇ ભોરણીયાની વાડએથી દાહોદ જિલ્લાના વતની ખેતશ્રમિક ફરિયાદી નબળાભાઈ નવલાભાઈ કટારાની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.2 જૂનના રોજ ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.