મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમા આવેલ ત્રાજપર ચોકડી નજીકથી ગત તા.2ના રોજ રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા ડેનિશભાઈ મનસુખભાઇ સાપરિયાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.