મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આવેલી આયુષ હોસ્પિટલના પાર્કિંગમાંથી તા.27/06/2023ના રોજ બાબુભાઇ અમરશીભાઇ સોલંકી, રહે.પંચાસર રોડ નારણજી ટ્રાન્સપોર્ટની સામે મફતીયા પરા મોરબી વાળાનું રૂપિયા 25 હજારનું બાઈક અજાણ્યો તસ્કર ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.