મોરબી : મોરબી જિલ્લામાં નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને જાગૃતિ ફેલાવવા અર્થે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીમાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક પી.એસ.ગોસ્વામીની અધ્યક્ષતામા આજે મોરબી સીટી ટાઉન વિસ્તારમાં બાઇક રેલીનુ આયોજન કરવામા આવેલ હતું. આ કાર્યક્રમમા પી.એસ.ગોસ્વામી- નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, પી.એલ.ઝાલા - નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, કે.એ વાળા - પોલીસ ઇન્સપેક્ટર, મોરબી તાલુકા પો.સ્ટે. એસ.એમ.ચૌહાણ - રીઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ ક્વાર્ટર, મોરબી તેમજ ૧૦૦ જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.