મોરબી અપડેટ : મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાક મકાનની બહાર પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ મામલે મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર ગામે ક્રાંતીજ્યોત પાર્ક સોસાયટીમાં રહેતા અને નીચી માંડલ પાસે સિરામિક રો-મટીરીયલ્સનો વેપાર કરતા 21 વર્ષીય સાવનભાઈ પ્રકાશભાઈ સંઘાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 06/09/2026 ના રોજ બપોરના 12:00 વાગ્યાથી 2:30 વાગ્યાના અરસામાં આંદરણા ગામે તેમના દાદા શિવાભાઈ પ્રભુભાઈ સંઘાણીના ઘરની આગળ શેરીમાં જાહેરમાં હેન્ડલ લોક મારીને પાર્ક કરેલું તેમનું બાઈક ચોરાઈ ગયું છે. અજાણ્યા તસ્કરે સાવનભાઈની માલિકીનું મોટરસાયકલ (જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-36-BC-5711 છે), જેની કિંમત 60,000 રૂપિયા છે, તે ચોરી લીધું હતું. આ બાઈકનો ઉપયોગ તેમના દાદા શિવાભાઈ કરતા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BikeTheft #CrimeNews #AndarnaVillage #MorbiTalukaPolice #GujaratPolice