મોરબી : મોરબી સામાકાંઠે આવેલા વર્ધબલી હનુમાનજીના મંદિરે આવતીકાલે તારીખ 12 એપ્રિલે હનુમાન જયંતી નિમિત્તે સાંજે 5-30 કલાકે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાત્રે 9 કલાકે ધૂન પણ યોજાશે. તો સર્વ સોસાયટીના બાળકોને બટુક ભોજનમાં પધારવા અને રાત્રે ધૂનમાં સર્વે લોકોને પધારવા આમંત્રણ પાઠવાયુ છે.