જીવલેણ ખાડાઓમાં વાહનો ફસાવાનો સિલસિલો યથાવત, ગઈકાલે મોડી સાંજ સુધી અને આજે ફરી કલાકો સુધી ટ્રાફિકજામ થતા વાહનચાલકો મુશ્કેલી મુકાયા મોરબી : મોરબીનો પીપળી જેતપર રોડ સીરામીક ઝોને બદલે અકસ્માત અને ટ્રાફિકજામ ઝોન બની જાય તેવી સ્થિતિ ઉદભવી છે. હાલ ચોમાસામાં વરસાદને કારણે જેતપર પીપળી રોડ ઉપર ખાડાનો અખાડો બની જતા આ જીવલેણ ખાડામાં વાહનો ફસાય જાય છે. ગઈકાલે ખાડામાં વાહનો ફસાઈ જવાથી સવારથી મોડી સાંજ સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ આજે પણ રીક્ષા પલ્ટી જતા કલાકો સુધી ટ્રાફિકજામ થયો હતો. મોરબીમાં સીરામીક ઉધોગને કારણે હજારો વાહનોની અવરજવર ધરાવતા જેતપર પીપળી રોડ વર્ષોથી ખરાબ હોય થોડા સમય અગાઉ સ્થાનિક ઉધોગકારોએ રેલી કાઢી આવેદન આપ્યા બાદ તંત્રએ ખાડા બુર્યા હતા. પણ યોગ્ય રીતે ખાડાની મરમત કરી ન હોવાથી હમણાં પહેલા વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ હોય દરેક જગ્યાએ રોડ ઉપર પડેલા ખાડા પહોળા અને મોટા થઈ જવા ઉપરાંત પાણી ભરેલા હોવાથી અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. ગઈકાલે જેતપર પીપળી રોડ પડેલા ખાડે ખાડામાં વારાફરતી વાહનો ફસાઈ જવાથી ગઈકાલે સવારથી લઈને મોડી સાંજ સુધી ટ્રાફિકજામ થયો હતો. દરમિયાન આજે જેતપર રોડ ઉપર ખાડા ઉપર રીક્ષા પલ્ટી ગઈ હતી. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી. પણ રોડ ઉપર વાહનો ફસાઈ જવાથી આજે પણ ટ્રાફિકજામ થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી.જેથી અનેક લોકો અટવાયા હતા. ખાડાને કારણે રોજ આવી મુશ્કેલી થતી હોવાથી તંત્રની ઉંઘ ન ઉડતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276