રાજાશાહી સમયે 1935થી અસ્તિત્વમાં આવેલ મોરબી સુધરાઈ 1960મા નગરપાલિકા બની : 35 હજારની વસ્તી સાથે પાલિકા બની હતીમોરબી : સમગ્ર વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવા ગુજરાત સરકારે લીલીઝંડી આપતા ટૂંક સમયમાં જ મોરબી મહાનગર પાલિકા બનશે, બીજી તરફ નગરપાલિકાના 73 વર્ષના સમયગાળામાં મોરબીએ એક, બે, કે ત્રણ નહિ પણ 57 જેટલા પ્રમુખો જોયા છે ઉપરાંત 11 વખત વહીવટદારોનું શાસન રહ્યું હતું, મોરબીમાં સુધરાઈ અને પાલિકાના શાસનમાં મયુર પુલ, કંડલા બાયપાસ, નવા રોડ રસ્તા, ભૂગર્ભ સહિતની મહત્વની સુવિધાઓ મળી છે. પરંતુ સામાં પક્ષે હજુ પણ શહેરિજનો પ્રાથમિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.મોરબી શહેરમાં રાજાશાહી સમયથી નગરપાલિકા એટલે કે, સુધરાઈ અસ્તિત્વમાં છે, 1950થી સુધારાઈ તરીકે અસ્તિત્વમાં આવેલ મોરબીમાં 35 હજારની વસ્તી સાથે 1950મા પ્રાણલાલ પી.દોશી પ્રથમ પ્રમુખ તરીકે સતા ઉપર બિરાજ્યા હતા. બીજી તરફ 1950થી લઈ 2023 સુધીમાં કુલ 57 જેટલા પ્રમુખો અને 11 વખત વહીવટદારોએ મોરબીની શાસનધુરા સંભાળી ચુક્યા છે.મોરબીમાં રાજાશાહી સમયથી જ સુધરાઈ એટલે કે નગર પાલિકા અસ્તિત્વમાં હતી જે 1960માં નગરપાલિકા બન્યા બાદ ગુજરાત સરકારે 2024ના બજેટમાં સતાવાર રીતે નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.સૌરાષ્ટ્રના પેરિશ ગણાતા મોરબી શહેરને રાજશાહી સમયથી જ રેલવે, ઝૂલતો પુલ, પાડા પુલ સહિતની સુવિધાઓ મળી હતી જેમાં નગરપાલિકા આવ્યા બાદ કાળ ક્રમે રફાળેશ્વરથી મોરબી બાયપાસને જોડતો કેનાલ રોડ, પંચાસર રોડ, વાવડી રોડ, નવલખી રોડ, નરસંગ ટેકરીથી રવાપર રોડને જોડતો સિમેન્ટ રોડ, જુના મોરબીને સામાકાંઠા સાથે જોડતો મયુર પુલ, બેઠો પુલ, કંડલા બાયપાસ અને અન્ય આંતરિક રસ્તાઓ સાથે નટરાજ ફાટકે ડબલ રોડ મળ્યો છે, સાથે જ નગરપાલિકાના શાસનમાં છેલ્લે નટરાજ ફાટકે અને ઉમિયા સર્કલે ઓવરબ્રિજની પણ ભેટ મળી છે. જો કે,રાજકીય તાકાતને કારણે મોરબીનો શનાળા રોડ ડિમાર્કેશન બાદ પણ પહોળો ન બનતા ટ્રાફિક સમસ્યા મોરબીની મુખ્ય સમસ્યા બની છે. તેમજ આજે પણ મોરબીવાસીઓ ગંદકી, સફાઈ સહિતની પ્રાથમિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જે હવે મહાનગર પાલિકા બન્યા બાદ હલ થાય અને મોરબી શહેરનો સુનિયોજિત વિકાસ થાય તેવી આશા બાંધણી છે.ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા પૂર્વે વર્ષ 1950મા પ્રાણલાલ દવે, ડો.રતિલાલ મહેતા, ડો.તખ્તસિંહ જાડેજાથી લઈ વર્ષ 2021 સુધીમાં કુસુમબેન કે.પરમાર સુધીના શાસકો સતા ઉપર આવ્યા હતા જેમાં નાગરિક મંડળ, પ્રજા મંડળ, જનસંઘ, કોંગ્રેસ અને 1995મા પ્રથમ મહિલા પ્રમુખ બાદ ભાજપ શાસક પક્ષ તરીકે આવ્યું હતું જેમાં વહીવટદાર અને ઇન્ચાર્જ પણ સત્તામાં આવ્યા હતા. વર્ષ 2004 એટલે કે 20 વર્ષ પહેલા મોરબીને મહાનગર પાલિકા બનાવવા માટે તત્કાલીન પ્રમુખ લાખાભાઈ જારીયાએ દરખાસ્ત કરી હતી જે બાદ અવાર નવારની રજૂઆતને અંતે મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનાવવાનો રસ્તો ખુલ્લો થતા મહાનગરનો શ્રેય લાખાભાઈને ફાળે મહદઅંશે જાય છે.પાલિકાના શાસકો મોરબીને હરવા-ફરવાના સ્થળે કે બગીચો ભેટ ન આપી શક્યામોરબી : રજવાડી ઠાઠ વાળા મોરબી શહેરમાં એક સમયે શંકર આશ્રમ, કેસર બાગ, સુરજબાગ, ત્રિકોણ બાગ, પીકનીક સેન્ટર,નઝરાણા સમાન હતા પરંતુ કાળક્રમે ઈચ્છાશક્તિના અભાવે નગરપાલિકાના 73 વર્ષમાં એક પણ પ્રમુખ મોરબીને નવું હરવા ફરવાનું સ્થળ કે નવા બાગબગીચા ભેટમાં આપી શક્યા નથી ઉલટું રાજશાહી સમયના આ બગીચાઓની જાળવણી પણ ન કરી શકતા મોરબીના શહેરીજનોને આ વાતનો રંજ રહી ગયો છે.મોરબીમાં 1995માં પ્રથમ વખત ભાજપનું કમળ ખીલ્યુંમોરબી : મોરબી નગરપાલિકાના 73 વર્ષના ઇતિહાસમાં અનેક રાજકીય પક્ષોનો ઉદય-અસ્ત થયો હતો જેમાં સૌ પ્રથમ 1950થી 1967 સુધી ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ નાગરિક મંડળનું રાજ ચાલ્યું હતું, જે બાદ 1967માં પ્રજામંડળ અસ્તિત્વમાં આવ્યું જે 1974 સુધી શાસનમાં રહ્યા બાદ 1975માં સૌ પ્રથમ વખત જનસંઘના મહાનંદ જેસ્વાણી સતા ઉપર આવ્યા હતા.વર્ષ 1991માં પુનઃ નાગરિક મંડળ સત્તામાં આવ્યું અને 1995માં પ્રથમ મહિલા પ્રમુખ દિનાબા જાડેજા સત્તા ઉપર બિરાજમાન થયા જે બાદ 1995માં ભાજપનો ઉદય થયો અને નાગરિક મંડળના અગેવાનો ભાજપ સાથે જોડાઈ ગયા હતા.આશ્ચર્યજનક બાબત એ છે કે દેશની જૂનામાં જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ મોરબીમાં પ્રથમ વખત 2015માં પ્રથમ વખત સતામાં આવી હતી અને એ પણ પાટીદાર અનામત આંદોલનના પરિણામ સ્વરૂપ, જે બાદ કોંગ્રેસ સતા ન જીરવી શકતા અઢી વર્ષમાં બળવો થતા વિકાસ સમિતિ, ભાજપ સહિત ત્રણ પ્રમુખ બદલાયા હતા અને છેલ્લે કેતન વિલપરા પ્રમુખ તરીકે 2020 સુધી શાસન કરી શક્યા હતા. છેલ્લે મોરબીની જનતાએ તમામ બાવન બેઠક ભાજપને ભેટ ધર્યા બાદ ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાતા પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત સુપરસીડ થઈ હતી.નગરપાલિકાના પ્રમુખોના નામની યાદીપ્રાણલાલ દોશી- 01-04-1950 થી 20-09-1950ડો. રતિલાલ મહેતા- 21-09-1950 થી 20-09-1959ડો. તખ્તસિંહજી જાડેજા- 21-09-1959 થી 04-04-1960ડો. મનહરલાલ દફ્તરી- 28-04-1960 થી 28-07-1961નટવરલાલ વેદ- 07-09-1961 થી 30-06-1962ભાનુશંકર જાની- 01-07-1962 થી 09-07-1963દુલેરાય સંઘવી- 10-07-1963 થી 05-06-1966નટવરલાલ વેદ- 06-06-1966 થી 30-06-1967મગનલાલ સોમૈયા- 01-07-1967 થી 30-06-1969વિરજીભાઈ સાવરીયા- 01-07-1969 થી---------રમેશભાઈ દફતરી- 07-07-1969 થી 22-09-1970ગુણવંતરાય શાહ- 03-10-1970 થી 10-05-1973મગનલાલ સોમૈયા- 28-05-1973 થી 14-01-1974મહાનંદ જેસ્વાણી- 15-01-1974 થી14-01-1976દશરથસિંહ સરવૈયા- 15-01-1976 થી 15-07-1977મહાનંદ જેસ્વાણી- 04-08-1977 થી 30-11-1978ભાનુભાઈ રૈયાણી- 27-12-1978 થી 30-06-1979રતિલાલ દેસાઈ- 16-07-1979 થી 15-07-1983જોરૂભા જાડેજા- 16-07-1983 થી 15-06-1984એચ. સી. મહેતા (વહીવટદાર)- 16-06-1984 થી 21-08-1986પૂનમચંદભાઈ કોટક- 21-08-1986 થી 20-08-1988ડો. અંબરીષભાઈ ભટ્ટ- 21-08-1988 થી 20-08-1989પૂનમચંદભાઈ કોટક- 21-08-1989 થી 20-08-1990ડો. વિનોદરાય ભોજાણી- 21-08-1990 થી 25-01-1991સામતભાઈ જારીયા-...