તપાસ દરમિયાન હદય રોગનો હુમલો અને ફેફસામાં ઇન્ફેક્શન નીકળ્યું, બે દિવસની સફળ સારવાર બાદ ત્રીજા દિવસે દર્દી સ્વસ્થ થઈ જતા રજા અપાઈમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : 70 વર્ષના વૃદ્ધ દર્દીને છાતીમાં દુઃખાવો, ગભરામણ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ સાથે આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને હદય રોગનો હુમલો, ફેફસામાં ઇન્ફેક્શન સહિતની સમસ્યાઓ હતી. બે દિવસની સફળ સારવાર બાદ ત્રીજા દિવસે દર્દી સ્વસ્થ થઈ જતા રજા અપાઈ હતી. આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે કે એક ૭૦ વર્ષના વૃદ્ધ મહિલા દર્દીને ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો, ગભરામણ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હતી. માજીનું ઓક્સીજન લેવલ તપાસ કરતા જણાયું કે ઓક્સીજનનું લેવલ ઓછુ (૭૦%) છે. ઓક્સીજનની ઉણપ હોવાથી કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ કર્યું. જેમાં ૧૨લીટર/મિનીટના દરે આપવાની જરૂરિયાત પડી હતી. માજીનું બી પી પણ ખુબ જ ઓછુ આવતું હતું. જેના કારણે માજીને વધારે પાવર વાળા ઈન્જેકશન (Noradrenaline) શરુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હદયનો ECG કરવામાં આવ્યો હતો. જેમાં હદયનો હુમલો હોઈ એવી શંકા જણાતા ટ્રોપાઈ નામનો રિપોર્ટ કરાવ્યો હતો. રીપોર્ટ પોઝીટીવ આવતા કન્ફર્મ થયું કે માજીને હદયનો હુમલો આવ્યો છે. ત્યાર બાદ એક્સ-રે દ્વારા જાણવામાં આવ્યું કે માજીને ફેફસામાં પણ વધારે પ્રમાણમાં ઇન્ફેકશન છે. કારણકે માજીને ન્યુમોનિયા નામની બીમારી થઇ હતી. આગળ વધારે શંકા જતા હદયની સોનોગ્રાફી કરી હતી. જેમાં આવ્યું કે માજીનું હદય ૩૦% જ કામ કરે છે.જ્યાં સામાન્ય માણસનું હદય ૬૦% કામ કરતું હોય છે. માજીનું હદય ૫૦% થી પણ ઓછુ કામ કરતુ હતું. આટલી બધી બીમારીના લીધે માજી ને આઈ.સી.યુ.માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે વધારે પાવર વાળા ઈન્જેકશન અને કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ રાખ્યું. બીજા દિવસે માજીને ઓક્સીજનની જરૂરિયાત નહીવત થઇ ગઈ અને જે વધારે પાવર વાળા ઈન્જેકશન આપતા હતા. તેની પણ જરૂરિયાત નહીવત થઇ ગઈ હતો. તાવ પણ જતો રહ્યો હતો. આઈ.સી.યુ. ની ટીમ અને ડોક્ટરોની મહેનત રંગ લાવી અને ત્રીજા દિવસે માજી બિલકુલ સ્વસ્થ થયા અને તમને રજા અપાઈ હતી. દર્દી અને તેમના સગા દ્વારા આયુષ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરનો આભાર માનવામાં આવ્યો.