મોરબી : મુસ્લિમ બિરાદરો રમઝાન માસમાં અલ્લાહની બંદગી કરવા માટે રોઝા રાખતાં હોય છે. ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં રહેતી 6 વર્ષની બાળકીએ રોઝુ રાખીને અલ્લાહની બંદગી કરી છે.વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં રહેતા સાગરભાઈ વાલેરાની 7 વર્ષની દીકરી જાસિયા વાલેરાએ રોઝુ રાખ્યું હતું. જાસિયાએ પરિવાર સાથે વહેલી સવારે શહેરી કરીને છેક સાંજે ઈફ્તાર કર્યા બાદ જ ભોજન ગ્રહણ કર્યું હતું. આમ જાસિયાએ નાની ઉંમરે ખુદાને રાજી કરવા રોઝુ રાખી અન્યને પ્રેરણા પૂરી પાડી હતી.