મોરબી : હાલમાં રમજાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પઢી રહ્યા છે. આ રમજાન માસ દરમિયાન નાના બાળકો પણ ખુદાની ઈબાદત કરવા રોજુ પાળી રહ્યા છે. આમ જ મોરબીના એક 5 વર્ષના બાળકે રોજુ પાળીને ખુદાની ઈબાદત કરી છે.રમજાન માસ દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી ખાવા પીવાનુ બંધ કરીને સાંજના 7 વાગ્યા પછી ખાઈ પી શકાય છે. આમ 14 કલાક ભૂખ્યા તરસ્યા રહીને રોજા પાળવામાં આવતા હોય છે. ત્યારે મોરબીના એ.એસ.ન્યૂઝના આમદશા શાહમદારના નેક ફરજંદ ઈમરાનશા આમદશાના 5 વર્ષના પુત્ર અમનશા ઈમરાનશાએ 14 કલાક સુધી રોજુ રાખીને ખુદાની બંદગી કરી ઈમાનનું સબુત પેસ કર્યું હતું.