આ મહિલાને રાજકોટ દાખલ કરાયા : બાળકીનો ફરીથી રિપોર્ટ કરવા સેમ્પલ મોકલાયા : કુલ ત્રણના રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જશે મોરબી : મોરબી જિલ્લામાં આજે એક વધુ કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. જેમાં ટંકારાની 40 વર્ષની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે. અને તેમના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા છે. ટંકારામાં આજે એક 40 વર્ષની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને સીધા રાજકોટ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે મોરબીની એક સાત વર્ષની બાળકીના અગાઉ સેમ્પલ લીધા હોય પણ એમાં કોઈ પ્રોબેલ્મ થતા ફરી સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ગઈકાલે સામાંકાંઠે રહેતા એક 39 વર્ષના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આમ, એક ટંકારાનો આજે નવો કેસ છે. બાકીના બે અગાઉના કેસ છે. આ ત્રણેયના રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/