07 થી 09 મે દરમિયાન યજ્ઞ, કથા, શોભાયાત્રા અને સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: 09 મેના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા થશેહળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કવાડીયા ગામે આવેલ પ્રભુચરણ આશ્રમ ખાતે આગામી તારીખ 07 મે થી 09 મે 2026 દરમિયાન મનોહર હનુમંત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ભક્તિ-સાધના મહોત્સવમાં સમસ્ત હિન્દુ સમાજને પધારવા પ્રભુચરણ આશ્રમ પરિવાર, સુખપર, કવાડીયા અને લીલાપર ગામના સરપંચ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત 11 કુંડી હનુમંત મહાયજ્ઞ પણ યોજાશે. મહોત્સવની ત્રિદિવસીય રૂપરેખાપ્રથમ દિવસ (07-05-2026, ગુરુવાર): સવારે 8:15 કલાકે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત, ગણેશ પૂજન, વાસ્તુ પૂજન અને ગ્રહહોમ સહિતના કાર્યક્રમો યોજાશે. યજ્ઞના આચાર્ય પદે નરેન્દ્રભાઈ જાની બિરાજમાન થશે. બપોરે 3:45 થી 6:15 કલાક દરમિયાન મંત્રપ્રકાશદાસજી સ્વામીના વ્યાસાસને હનુમાન ચાલીસા કથા યોજાશે. રાત્રે 8:45 કલાકે ચિત્રાંગભાઈ ઠાકરના સ્વરમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. બીજો દિવસ (08-05-2026, શુક્રવાર): સવારે 8:15 કલાકે સ્થાપિત દેવ પૂજન, જલયાત્રા, ન્યાસ વિધિ અને શોભાયાત્રા યોજાશે. સવારે 8:45 થી 10:45 કલાક સુધી હનુમાન ચાલીસા કથા થશે. બપોરે 3:30 કલાકે સામાજિક સભા અને દાતાઓનું સન્માન કરવામાં આવશે. રાત્રે 9:00 કલાકે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં જયમંતભાઈ દવે, રવિન્દ્રભાઈ સોલંકી અને અન્ય કલાકારો ભજનની રમઝટ બોલાવશે. ત્રીજો દિવસ (09-05-2026, શનિવાર): સવારે 8:15 કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા અને મહા આરતી થશે. બપોરે 12:15 કલાકે નવનિર્મિત મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. ત્યારબાદ 12:39 કલાકે હનુમંત ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ મહોત્સવમાં તારીખ 09-05-2026 ના રોજ સવારે 9:00 કલાકે શાંતિદાસજી મહારાજ (રવિભાણ આશ્રમ) અને રાજેન્દ્રનંદ ગીરીજી મહારાજ (આનંદધામ) સહિતના અનેક આમંત્રિત સંતો ઉપસ્થિત રહીને ભક્તોને મંગલ આશીર્વાદ પાઠવશે. #Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #Kavadiya #PranPratishtha #HanumanMandir #ReligiousEvent #Gujarat