150 થી વધુ યુવાનોએ 1 મહિનાની મહેનતથી થર્મોકોલમાંથી કંડાર્યું શિવ સ્વરૂપ; સોમવારે મહારુદ્ર આરતી અને 25 તારીખે મહાપ્રસાદનો ભંડારો યોજાશેમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબીના 65 વર્ષ પ્રાચીન અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ એક અનોખું અને દિવ્ય શિવ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે નેપાળ સ્થિત વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવની 25 ફૂટ ઊંચી વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જે દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 22 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અવનવી પ્રતિકૃતિઓ બનાવવાની પરંપરા ચાલી આવે છે. આ વર્ષે નિર્માણ પામેલી પશુપતિનાથની પ્રતિમામાં 13 ફૂટનું વિશાળ મુખ ધરાવતું ભવ્ય શિવલિંગ સ્વરૂપ થર્મોકોલ શીટ્સની મદદથી તૈયાર કરાયું છે. આ અદ્ભુત પ્રતિકૃતિ બનાવવામાં સ્થાનિક યુવા મિત્ર મંડળના 150 થી વધુ યુવાનો, પેન્ટર્સ અને કારીગરોએ સતત 1 મહિનો કોઈપણ જાતના આર્થિક લાભ વિના નિઃશુલ્ક સેવા આપી છે.મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દૈનિક પૂજા-અર્ચના અને તર્પણ વિધિ સહિતના ધાર્મિક કાર્યો ચાલી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. આગામી સોમવારે અહીં વિશેષ મહારુદ્ર આરતી યોજાશે, જ્યારે શ્રાવણ માસના બીજા મંગળવારે તા. 25 ઓગસ્ટના રોજ મહાપ્રસાદ અને વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા તમામ શિવભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #AgneshwarMahadev #Pashupatinath #ShravanMonth #MahaAarti #MorbiNews #ShivBhakti