ધ્રોલ: ગુજરાતના રાજપૂત સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો માટે લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે 21 દિવસીય ભવ્ય પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તારીખ 24 ફેબ્રુઆરી, 2026 થી ધ્રોલ મુકામે દીપસિંહજી ધ્રોલ ભાયાત રાજપૂત છાત્રાલય ખાતે શરૂ થશે.દીપસિંહજી ધ્રોલ ભાયાત રાજપૂત છાત્રાલય અને રાજપૂત કરણી સેના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ અને અન્ય કેન્દ્ર તથા રાજ્યની ફોર્સમાં જોડાવા માંગતા યુવાનોને તાલીમ અને પ્રશિક્ષણ આપવાનો છે. મોરબી, ભુજ, ધ્રાંગધ્રા જેવા સફળ કેમ્પનું આયોજન કરનારા પ્રવિણસિંહજી ઝાલા ( રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય સંયોજક, ભારતીય થલ સેના) ની 21 દિવસની વિશેષ ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજાશે.કેમ્પમાં જમવા-રહેવાની સુવિધાઓની સાથે સંસ્કાર અને શિસ્તનું સિંચન કરવામાં આવશે. આ કેમ્પને માત્ર તાલીમ નહીં, પરંતુ સમાજના યોગ્ય 'શિક્ષણના યજ્ઞ' તરીકે ઉજવવાનું લક્ષ્ય છે, જેથી યુવાનોમાં શિસ્ત અને નવી ઊર્જાનો સંચાર થાય.પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, કારણ કે કેમ્પમાં સંખ્યા નિર્ધારિત છે અને વહેલા તે પહેલાના ધોરણે જ એડમિશન આપવામાં આવશે. રજિસ્ટ્રેશન સમય સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. તેમજ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિ માટે કેમ્પમાં પ્રવેશ નિષેધ છે. ધ્રોલ તાલુકા સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહજીએ (દીપસિંહજી ધ્રોલ ભાયાત રાજપૂત છાત્રાલયના પ્રમુખ) યુવાનોને આ ભવ્ય કેમ્પનો લાભ લેવા માટે ખાસ અપીલ કરી છે.• કેમ્પમા રજીસ્ટેશન માટેના સંપર્ક નંબર1) આર ડી જાડેજા : 94264608802) ગિરિરાજીસિંહ ગઢડા : 91 99989 333533) દુષ્યંતસિંહ જાડેજા વિજાન :70164 795304) ઉપેન્દ્રસિંહ જાડેજા ધ્રોલ : 97272 00009