મોરબી : આવતીકાલે તારીખ 24 માર્ચ ને રવિવારે પૂનમ નિમિત્તે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 24 માર્ચે સાંજે 6:20 કલાકે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. તો આ મહા આરતીનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવ્યું છે.