મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ મોરબી દ્વારા આજરોજ 3 ઓગસ્ટ ને શ્રાવણ સુદ નવમીના દિવસે 100 કિલોનું કીડીયારું પૂરવામાં આવ્યું હતું. મહિલાઓએ મુક્તિધામમાં જઈને કીડીયારું પૂરી નાના જીવોને ખોરાક મળી રહે તે માટેનું ઉત્તમ કાર્ય કર્યું હતું. તેમજ લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળમાં ગાયોને લાડવા ખવડાવ્યા હતા.