નમ્રતા વેલનેસ જામનગર અને લોહાણા વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાશે કેમ્પ, અનેક જટિલ બીમારીઓમાં મળશે રાહતમોરબી : મોરબીમાં શરીરના વિવિધ પ્રકારના દુઃખાવાથી પીડાતા લોકો માટે નમ્રતા વેલનેસ જામનગર દ્વારા અને લોહાણા વિદ્યાર્થી ભવન મોરબીના સહયોગથી દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે એક ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તારીખ 11-06-2026 થી 20-06-2026 સુધી ચાલશે.આ ફ્રી મેગા કેમ્પમાં પગનો દુઃખાવો, ઘૂંટણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ખંભા-ગરદનનો દુઃખાવો, પગમાં લોહીના ગઠ્ઠા જામવા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા અને સ્નાયુના દુખાવા જેવી સમસ્યાઓની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ખાલી ચડવી, વેરીકોઝ વેઈન, ઊંઘ ન આવવી, ડાયાબિટીસ, પેરાલીસીસ, કબજીયાત, ગેસ અને એસીડીટી જેવી અનેક જટિલ બીમારીઓમાં 100% રિઝલ્ટની ખાતરી આપવામાં આવી છે. ઘૂંટણ, કમર, પગ, ખંભા, સોજા, સાયટીકા, વેરીકોઝ વેઈન, સ્નાયુ અને વા સહીતના દુઃખાવા માટે આ કેમ્પ લાભદાયી નીવડશે.આ કેમ્પનો સમય સવારે 10 થી સાંજે 06 વાગ્યા સુધીનો રહેશે. કેમ્પનું સ્થળ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી નાગરિક સહકારી બેંકની સામે, મોરબી રાખવામાં આવ્યું છે. દુઃખાવાથી મુક્તિ મેળવવા ઈચ્છતા તમામ દર્દીઓને આ કેમ્પનો અચૂક લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર 6352166021 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #FreeMegaCamp #PainReliefCamp #HealthCampMorbi #NamrataWellness #MorbiNews #Gujarat