વાડી અને વરંડામાં છુપાવેલ દારૂ સાથે એક પકડાયો, એક ફરારમોરબી /ટંકારા : મોરબી જિલ્લામાં દેશી - વિદેશી દારૂની બદી ઉપર પોલીસે કાર્યવાહી ચાલુ રાખી હતી જેમાં મોરબીના ખાખરાળા અને ટંકારાના સજ્જનપર ગામે સ્થાનિક પોલીસે બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂની 98 બોટલ ઝડપી લીધી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ખાખરાળા ગામે સામળાભાઈ કૃષ્ણભાઈ બાળાના વરંડામાં દરોડો પાડી આરોપી કાનજીભાઈ દેવદાનભાઈ બાળા ઉ.26 નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 58 બોટલ કિંમત રૂપિયા 38,810 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસે સજ્જનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વાડીમાં દરોડો પાડી મૂળ દાહોદના વતની આરોપી દિવલ ઉર્ફે દિવાન વરસિંગ મેડાની ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની - મોટી 40 બોટલ કિંમત રૂપિયા 9000 કબ્જે કરી હતી.જો કે, આરોપી પોલીસને હાથ ન લાગતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.