મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આજરોજ તારીખ 3 માર્ચ ને રવિવારના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે કાર સેવા કરનાર કાર સેવકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.વર્ષ 1990 તથા 1992 માં રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે કાર સેવા કરનાર મોરબી જિલ્લાના અને મોરબી શહેરના કાર સેવકોને આજે જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના 97 જેટલા કાર સેવકોને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ ઉપસ્થિત રહીને તમામ કાર સેવકોને ઘડિયાળ ભેટમાં આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતે સર્વે માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.